Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

બાળાની છેડતીના ગુનામાં સામેલ હલેન્ડાના રવજી સોલંકીને પાસા

રાજકોટ તા. ૩૧ :.. શહેરમાં બાળાની છેડતીના બનતા બનાવો અટકાવવા માટે આવા ધૃણાસ્પદ ગુના આચરનારા વિરૂધ્ધ નવા સુધારેલા પાસા અધિનીયમ હેઠળ હલેન્ડાના દેવીપૂજક શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ આજી ડેમ વિસ્તારમાં રહેતી બાળાની છેડતીના બનાવમાં આજી ડેમ પોલીસે હલેન્ડા ગામના રવજી ભીખાભાઇ સોલંકી (ઉ.પ૧) ની ધરપકડ કરવામાં આવી હતી. નવા સુધારેલા પાસા અધિનીયમ મુજબ આ શખ્સને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ બી. આર. ડાંગર, હેડ કોન્સ. રાજૂભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા તથા રાહુલગીરી ગૌસ્વામીએ દરખાસ્ત કરવામાં આવતા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા આજી ડેમ પોલીસ મથકના પી. આઇ. વી. જે. ચાવડા, પી. એસ. આઇ. એમ. એમ. ઝાલા, જી. એન. વાઘેલા તથા એએસઆઇ જાવેદભાઇ રીઝવી, કોન્સ. સ્મીતભાઇએ હલેન્ડાના રવજી સોલંકીની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

(11:22 am IST)
  • આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સની સાથે છે : ફ્રાન્સના ચર્ચ ઉપર થયેલા આતંકી હુમલા બાબતે વડાપ્રધાન શ્રી મોદીનો સ્પષ્ટ અભિપ્રાય : ચાકુથી કરાયેલા હુમલાથી માર્યા ગયેલા 3 લોકો પૈકી એક મહિલાનું માથું ધડથી અલગ કરી દેવાયું હતું : ફ્રાન્સમાં છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજા હુમલાથી સમગ્ર વિશ્વમાં પ્રકોપ access_time 8:53 pm IST

  • ' ચિંતા કરતા નહીં ' : એજ્યુકેશન લોન ન ભરી શકો તો સરકાર દેવું માફ કરી દેશે : બિહાર ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી નીતીશકુમારની મહત્વની ઘોષણાં access_time 8:23 pm IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST