Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

માંગરોળ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

ગડુ શેરબાગ તથા આસપાસ અને ઘેડ તેમજ માધવપુર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

 

માંગરોળ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોએ કરેલા મગફળીના ભારોટીયા ઉડ્યા હતા. કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે

  . જુનાગઢ જીલ્લાના ગડુ શેરબાગમાં તથા આસપાસનાના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ખેરા, સમઢીયાળા, સુખપુર, સીમાર, શાંતીપરા, જડકા વગેરે ગામોમાં માવઠું થયું છે. જેના લીધે ખેતરમાં રહેલા મગફળી તેમજ ડાંગરના પાથરા પલળી ગયા છે. તો ઘેડ તેમજ માધવપુર પંથકના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થતા જનજીવન પર માઠી અસર પહોંચી છે.

(12:29 am IST)