Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪મી જન્મજયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાથેના લાગણીસભર સંસ્મરણો

રાજકોટ,તા.૩૧:૧૯૩૦ની આઝાદીની લડત વખતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સાબરમતી જેલમાં રખાયા હતા ત્યારે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનો સ્નેહભર્યો સાથ પ્રાપ્ત થયો હતો. બે માસના સાથેના સહવાસ દરમિયાન પામી શકેલ સરદારસાહેબનો વાત્સલ્યભાવ ઝવેરચંદ મેદ્યાણીના હ્ર દયમાં જીવનભર અંકિત રહ્યો હતો.

૧૯૪૫માં પ્રગટ થયેલ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજના જીવન અને કાર્યને આલેખતી કૃતિમાણસાઈના દીવા ને ઝવેરચંદ મેઘાણીએ વલ્લભભાઈ પટેલને સાદર અર્પણ કરી હતી.

૯ માર્ચ ૧૯૪૭એ ઝવેરચંદ મેદ્યાણીનું નિધન થયુ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ભાવભરી અંજલિ આપી હતીઃ 'સ્વ. ભાઈ ઝવેરચંદ મેઘાણી ભારતના સ્વતંત્રતા-યુદ્ઘના એક અગ્રગણ્ય સૈનિક હતા. એમની વાણીમાં વીરતા ભરેલી હતી. એમના અચાનક ચાલી જવાથી ભારે ખોટ પડી છે. માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્વતંત્રતા માટે તેઓ જિંદગીભર લડ્યા હતા તે અચૂક આવી રહેલી જાણીને ગયા.'(૨૨.૩૬)

આલેખન પિનાકી નાનકભાઇ મેઘાણી  ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.-૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:49 pm IST)