Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ચરાડવા શ્રી મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીજી મહારાજના સાનિધ્યમાં ધર્મોત્સવનો પ્રારંભ

રાજકોટઃ મોરબી જીલ્લા હળવદ તાલુકાના ચરાડવામાં દેવળીયા રોડ ઉપર આવેલા શ્રી મહાકાળી આશ્રમ ખાતે સવાસો વર્ષના ગુરૂવર્ય પૂ. શ્રી દયાનંદગીરીજી મહારાજ તેમજ શિષ્ય શ્રી અમરગીરીજી બાપુના સાનિધ્યમાં તા.૨૯ને મંગળવારથી શ્રી શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ ધર્મોત્સવનો દિપ પ્રાગટય ''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં કથાકાર કચ્છના પ્રખ્યાત વકતા કશ્યપભાઇ જોષી કથાનું રસપાન કરાવી રહ્યા છે.આ ધર્મોત્સવમાં વાંકાનેરના દર્શનભાઇ રાવલના આચાર્ય પદે રૂદ્રયાગનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ હજારો ભાવિકો શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું શ્રવણ તથા રૂદ્રયાગના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સવાસો વર્ષનાં પૂ. દયાનંદગીરીજી મહારાજના આર્શિવાદ ભાવિકો લઇ રહ્યા છે. તા.૪ને સોમવારે કથા વિરામ લેશે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ અને રૂદ્રયાગને સફળ બનાવવા માટે આજુબાજુના ગામનાં યુવાનોની ટીમ કાર્યરત છે. તસ્વીરોમાં પૂ. દયાનંદગીરી જી મહારાજના સાનિધ્યમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ''અકિલા'' જામનગરના બ્યુરો ચિફ મુકુંદભાઇ બદિયાણી તથા મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું તે નજરે પડે છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા. જામનગર)

(3:17 pm IST)