Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ઓખામાં દિવાળી પર્વે ચોપડા ખરીદીની પરંપરા

ઓખા : દિવાળીના તહેવારોમાં ચોપડાની ખરીદી કરવાની પરંપરા વેપારીઓએ જાળવી રાખી હોય તેમ કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડાની બોલ બાલા જોવા મળે છે. હાલ કોમ્પ્યુટર, ઈન્ટરનેટ તથા ઓનલાઈનથી દરેક કામ ચાલતુ હોય છે. તેમ છતા પણ જૂની પ્રણાલી મુજબ વેપારીઓ ચોપડાની ખરીદી અચુક કરતા હોય છે. નવુ વર્ષ ૧લી એપ્રિલથી ચાલુ થતુ હોય છતા વેપારીઓ ચોપડાઓ દિપાવલી પહેલા ચોપડા ખરીદી કરી તેનું પૂજન કરી રાખી દેતા હોય છે અને નવા વર્ષ ચાલુ થતા ઉપયોગ કરે છે. જૂના જમાનાના ગાદી પુઠા દોરી વાળા ચોપડાની ખરીદીની ઓખામાં આજે પણ બોલબાલા છે. ૫૦ વર્ષથી ચોપડાનો બિઝનેસ કરતા વેપારી દામોદરભાઈ જાખરીયાભાઈએ જણાવ્યુ કે મંદીના માહોલમાં પણ લોકો રોજમેળ, ખાતાવહી જેવા રાજાશાહી વખતથી પ્રચલિત ચોપડાનો ઉપયોગ કરે છે. સૌથી જૂની પેઢી ધરાવતા જી. એન. બારાઈના વડીલ મનસુખભાઈ બારાઈએ જણાવ્યુ વડીલોની પરંપરાને આજની નવી પેઢીએ જાળવી રાખી છે. (તસ્વીર-અહેવાલ : ભરત બારાઈ, ઓખા)

(1:20 pm IST)