Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જુનાગઢમાં વ્યાજખોરોનો ત્રાસ યુવાનનું બાઇક પર અપહરણ

યુવકે દેકારો કરતા ફેંકીને નાસી ગયા

જુનાગઢ તા.૩૧ : જુનાગઢમાં ત્રણ વ્યાજખોરોએ રાત્રે યુવાનનું બાઇક પર અપહરણ કરી ગયા હતા. જો કે યુવકે દેકારો કરતાં તેને ચાલુ બાઇકે ફેકીને નાસી ગયા હતા.

આ બનાવ અંગે પોલીસમાં થયેલી ફરીયાદની વિગતો એવી છે કે, જુનાગઢના ટીંબાવાડી પાસે આવેલ બિલનાથપરામાં રહેતા દિલીપ છગનભાઇ મોકરીયા (ઉ.વ.ર૮) નામનાં યુવાને ગાંધીગ્રામમાં રામાકીસાભાઇ ગરચર રબારી પાસેથી રૂ.ર૦ હજાર તથા ઉછીના લીધા હતા.

પરંતુ દિલીપે આ નાણાં પરત કરી દીધા હતા. આમ છતાં રામાકીસા તથા તેનો ભાઇ બાલા કિસા અને એક અજાણ્યો શખ્સ ગત રાતે ૧૦ આસપાસ મોટર સાયકલ પર ટીંબાવાડી ખાતેથી દિલીપ મોડસીયાનું અપહરણ કરી ગયા હતા.

પરંતુ યુવાને રાડોરાડ કરતાં જેનાથી ડરી ત્રણેય શખ્સે ચાલુ મોટર સાયકલ પરથી દિલીપને ફેકી ગયા હતા.

આ અંગે  સી ડીવીઝન પોલીસ યુવાનની ફરીયાદ લઇ ત્રણેય શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:20 pm IST)