Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ટંકારામાં ધોધમાર કમોસમી વરસાદના કારણે પાકને લાખો રૂપિયાનું નુકશાન

ટંકારા તા ૩૧  : ટંકારામાં ભાઇબીજના દિવસે ૬૬ મી.મી. વરસાદ પડેલ છે. બપોર પછી હવામાને અચાનક પલ્ટો લીધેલ. બપોરના ૩।। વાગ્યા પછી ૮ (આઠ) મી.મી.નું હળવુ ઝાપટુ પડયું હતું.

પરંતુ સાંજના ૬ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં બે ઇંચ પચાસ મી.મી. વરસાદ પડેલ. રાત્રીના ૧૦ વાગ્યા પછી ૮ મી.મી. વરસાદ પડેલ. આમ કુલ ૬૬ મી.મી. ર।। ઇંચ વરસાદ પડેલ છે.

આજે સવારે મોસમે ફરીથી પલ્ટો લીધેલ. સવારે ગાઢ ધુમ્મસ છવાયેલ, વાહન ચાલકોને રોડ ઉપર દુરના વાહનો દેખાતા ન હતા. ધીમી ગતીએ વાહન વ્યવહાર  ચાલુ રહેલ. થોડા સમયમાં લોકોએ બે ઋતુઓ અનુભવ કર્યો હતો.

ત્યારે વરસાદના કારણે ખેતીના પાકને લાખો રૂ. નું નુકશાન થયેલ છે. મગફળીના  પાથરાઓ પલળી ગયેલ છે.

(1:16 pm IST)