Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

આટકોટના ખારચીયા ગામે જુગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૬ શખ્સો પકડાયા

વિરનગરનો અશ્વિન ખુંટ જુગાર રમાડતો'તોઃ ૧ લાખથી વધુનો મુદામાલ કબ્જે

આટકોટ તા.૩૧ : આટકોટના ખારચીયા ગામની સીમમાં વાડીમાં ચાલતા જુગારના હાટડા પર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

આટકોટ પો.સ્ટે.ના સબ.ઇન્સ. કે.પી.મેતા પો.કોન્સ. દશરથભાઇ કાકડિયા, પો.કોન્સ. નરેન્દ્રભાઇ બાબરીયા, પો.કોન્સ. હિતેશભાઇ ડેરવાડિયા તથા પો.કોન્સ. હીરાભાઇ ખાભલા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે ખારચિયા ગામની સીમમાં અશ્વિન બચુભાઇ ખુટ રહે વિરનગર વાળો પોતાની વાડીએ ખુલી જગ્યામાં જુગાર રમે છે. તેવી બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા (૧) અશ્વિન બચુભાઇ ખુંટ રહ. વિરનગર (ર) વિઠ્ઠલ વાઘજીભાઇ પરમાર રહે વિરનગર (૩) લખમન બચુભાઇ કાયાળા રહે. રામોદ (૪) અલ્પેશ ખીમજીભાઇ રાદડિયા રહે. વિરનગર (પ) ગિરધર દેવશીભાઇ રાદડિયા રહે વિરનગર તથા (૬) મનસુખ મેઘાભાઇ સોહેલિયા રહે. નાના માંડવા વાળાઓને રોકડા રૂપિયા ૪૦૧૦૦ તથા મો.સા.૪ કિ. રૂ. ૬૦૦૦૦ ના કુલ મુદામાલ સાથે રૂ.૧.૦૦.૧૦૦ મુદામાલ સાથે પકડી પાડી જુ.ધા. કલમ ૧ર મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છ.ે

(1:16 pm IST)