Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વાંકાનેરના મેસરીયા પાસે બાઇક વિજ થાંભલામાં ભટકાતાં બામણબોરના કોળી યુવાન હરેશ નાકીયાનું મોત

રાજકોટ તા. ૩૧: બામણબોર રહેતો કોળી પટેલ યુવાન હરેશ સવાભાઇ નાકીયા (ઉ.વ.૨૫) પરમ દિવસે બામણબોરથી નવાગામ મશીનના સ્પેર પાર્ટ લેવા બાઇક લઇને જતો હતો ત્યારે વાંકાનેરના મેસરીયા ગામની ગોળાઇ પાસે પહોંચતા બાઇક વિજ થાંભલામાં ભટકાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક યુવાન મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. સંતાનમાં બે બાળકો છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. બનાવને પગલે કોળી પરિવારજનો અને ગ્રામજનોમાં શોક છવાઇ ગયો હતો. તસ્વીર બામણબોરથી બાબુભાઇ ડાભીએ મોકલી હતી.

(1:15 pm IST)