Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મોરબીમાં જુની અદાવતમાં તલવાર અને પાઇપ ઉડયાઃ પોલીસમાં સામસામી ફરિયાદ

પ્રેમ પ્રકરણમાં સરકારી હોસ્પિટલમાં મારામારી કરી ઘનસુખ ચૌહાણ પર છરીથી હુમલો

મોરબી,તા.૩૧: શહેરમાં મહાવીર સોસાયટીમાં જુની અદાવતમાં તલવાર અને પાઇપ ઉડતા પીલસ માં સામસામી ફરીયાદ થઇ છે.

મોરબીની કબીર ટેકરીના રહેવાસી મિલન નરશીભાઈ અગેચણીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સાહેદ રવિભાઈ સાથે અગાઉ આરોપીને કરેલ ઝદ્યડા બાબતે સમજાવવા જતા આરોપી અશ્વિનસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજા રહે બંને મોરબી તથા બે અજાણ્યા માણસોએ ઉશ્કેરાય જઈને ગાળો આપીને ફરિયાદીને માથામાં તલવાર મારીને ઈજા કરી છે તેમજ સાહેદ રવિભાઈને માર માર્યો છે

જયારે સામાપક્ષે હિતેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી રવિભાઈ પ્રેમજીભાઈ દેત્રોજા, કિરણભાઈ પ્રેમજીભાઈ દેત્રોજા, યોગેશભાઈ જાદવજીભાઈ દેત્રોજા રહે બધા મોરબી વાળાએ ફરિયાદીના ભાઈ સાથે અગાઉ થયેલ બોલાચાલી ઝદ્યડાનો ખાર રાખી ભાઈના દ્યરે પાસે આવીને તલવારનો દ્યા મારી ઈજા કરી તેમજ પાઈપનો દ્યા મારી ઈજા કરી છે તેમજ સાહેદ અશ્વિનસિંહ અને તેમના દીકરા ઓમદેવ તથા ફરિયાદીના દીકરા સત્યજીતને ઢીકાપાટું માર મારી ફળિયામાં પડેલ મોટરસાયકલને નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

બીજા બનાવમાં જુનાગઢના રહેવાસી ધનસુખભાઈ જયંતીભાઈ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પ્રતાપ દાદુભાઈ પરમાર રહે મોરબી કેનાલ રોડ ઝુપડાવાળાએ મારામારી કરીને છરી વડે ઈજા પહોંચાડી છે જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીને આરોપીની ભત્રીજી સાથે પ્રેમસંબંધ હોય અને ફરિયાદી યુવાન ધનસુખ ચૌહાણ આરોપીની ભત્રીજીને મળવા જતા આ મામલે ઝપાઝપી થતા યુવાનને ઈજા થતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હોય જયાં આવીને આરોપી પ્રતાપ પરમારે યુવાનને માર મારી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(1:15 pm IST)