Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મોરબીમાં જુગારના બે દરોડાઃ દસ પકડાયા

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

મોરબી, તા.૩૧: શહેરમાં અલગ-અલગ બે સ્થળે જુગારના દરોડામાં ૧૦ પત્તાપ્રેમીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રથમ દરોડામાં મોરબી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પોલીસ સ્ટાફના પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવિરાજસિંહ ઝાલાને વાવડી રોડ પર ગાયત્રીનગરમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યા વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી-૨માં જાહેરમાં જુગાર રમતા કરશનભાઈ વેલજીભાઈ રાણેવાડીયા, પ્રવીણભાઈ ઝવેરચંદભાઈ મહેતા, ભરતભાઈ બચુભાઈ ગોસાઈ, દ્યનશ્યામભાઈ ગગજીભાઈ ગોહિલ અને કનૈયાલાલ પ્રાણજીવનભાઈ પંડ્યાને રોકડ રકમ રૂ.૧૧,૬૪૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં બી ડીવીઝન ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીમના કિશોરદાન ગઢવીને મળેલી બાતમીને આધારે વિસીપરા અમરેલી રોડ ખાતેના મકાનમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક નીલેશ સવજી અગેચણીયા રહે વિસીપરા અમરેલી રોડ, વિજયભાઈ ધીરૂભાઈ સાંતલપરા, દીપક હેમુભાઈ પંસારા, ચંદુભાઈ બચુભાઈ અગેચણીયા અને ઇકબાલ અબ્રાહમ સુમરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૦૦,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં બી ડીવીઝન પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમના ક્રિપાલસિંહ ચાવડા, પરેશભાઈ પરમાર, દશરથસિંહ ચાવડા, રમેશભાઈ મિયાત્રા, મુકેશભાઈ જીલરીયા, કેતનભાઈ અજાણા સહિતની ટીમ જોડાયેલ હતી.

(1:14 pm IST)