Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વઢવાણમાં ડેન્ગ્યુએ વૃધ્ધાનો ભોગ લીધો

વઢવાણ તા ૩૧  :  સુરેન્દ્રનગર શહેરમાં માંદગીનો હાહાકાર જયારે સર્જાયો છે ત્યારે ડેન્ગ્યુનો પણ ભારે ફુફાડો રહયો છે. સુરેન્દ્રનગર અને તાલુકાઓમાં અગાઉ ચાર જેટલા લોકોના ડેન્ગ્યુમાં મોત નીપજયા છે, ત્યારે હાલમાં અનેક લોકો સારવારમાં પણ રહેલા છે.

ડેન્ગ્યુના કાળા કહેર વચ્ચે આજે વધુ એક વૃધ્ધાનું ડેન્ગ્યુની સારવાર દરમ્યાનમાં અમદાવાદ ખાતે મોત નીપજયું હોવાની ઘટના બનવા પામેલ છે.

ત્યારે વઢવાણ ખાતે રેલ્વે સ્ટેશન પાસેનાજ વિસ્તારમાં રહેતા અને રેલ્વેના નિવૃત કર્મચારી હતા, જે થોડા દિવસના તાવની બિમારીમાં સપડાયા હતા.

જયારે તેમના રિપોર્ટ કરાવવામાં આવતા જેઓ ડેન્ગ્યુના રોગનો શિકાર બન્યા હતા, ત્યારે જેઓને સુરેન્દ્રનગર સારવાર અપાયા બાદમાં વધુ સારવાર માટે જેઓને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

જયાં જીવાભાઇ નિવૃત રેલ્વે કર્મચારીનું સારવાર દરમ્યાનમાં મોત નિપજેલ છે. ત્યારે મુસ્લીમ સમાજના જીવાભાઇના મોતથી ભારે શોકનો માહોલ છવાઇ જવા પામેલ છે.

જયારે જીવાભાઇનો પુત્ર સલીમભાઇ કેવડીયા ગ્રાફીકનો વ્યવસાય કરતા હોવાના કારણે મિત્ર વર્તુળમાં પણ શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.

(1:14 pm IST)