Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

બગસરા પંથકમાં આતંક મચાવનાર માનવભક્ષી દીપડાને પાંજરે પુરાવામાં વનવિભાગને સફળતા

દીપડાએ પાંચથી સાત લોકોનો શિકાર કર્યો : ઠાર કરવા લોકોની માંગણી

અમરેલીના બગસરા પંથકમાં દીપડાના આતંક બાદ વન વિભાગને માનવભક્ષી દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી છે. જોકે, માનવભક્ષી દીપડાને લઈને સુડાવડ તેમજ આસપાસના ગામના લોકો અને વનવિભાગ વચ્ચે તકરાર થઈ હતી. માનવભક્ષી દીપડાને ઠાર કરવામાં આવે તેવી ગામના લોકોએ માંગણી કરી હતી.

ગ્રામજનોનો આક્ષેપ છે કે, પાંજરામાં કેદ દીપડાએ પાંચથી સાત લોકોનો શિકાર કર્યો છે. જેથી તેને ઠાર કરવામાં આવે. દીપડાના આતંકના કારણે વન વિભાગે સુડાવડ ગામે પાંજરૂ મુક્યુ હતુ. જ્યારે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દીપડાના આતંકના કારણે ગામના લોકોમાં સતત ભય રહેતો હતો. જે બાદ આ દીપડાને પાંજરે પુરવામાં આવ્યો છે.

(1:04 pm IST)