Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ શકુનિઓ ઝડપાયા

ગાયત્રીનગર શેરી-૨ માં એ ડિવિઝન પોલીસે પાંચ શખ્શોને 11640 હજારના મુદામાલ જપ્ત

મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી-૨ માં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસે ૧૧૬૪૦ ના મુદામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી ડી.જી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી.આઈ. આર.જે.ચૌધરીની સુચનાથી પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવિરાજસિંહ ઝાલાને વાવડી રોડ પર ગાયત્રીનગરમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યા વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર શેરી-૨માં જાહેરમાં જુગાર રમતા કરશનભાઈ વેલજીભાઈ રાણેવાડીયા, પ્રવીણભાઈ ઝવેરચંદભાઈ મહેતા, ભરતભાઈ બચુભાઈ ગોસાઈ, ઘનશ્યામભાઈ ગગજીભાઈ ગોહિલ અને કનૈયાલાલ પ્રાણજીવનભાઈ પંડ્યાને રોકડ રકમ ૧૧,૬૪૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝનની આ કામગીરીમાં પી.આઈ. આર.જે.ચૌધરી, એમ.આર.ગામેતી, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, જયપાલભાઈ લાવડીયા, નિર્મળસિંહ જાડેજા, ચકુભાઈ કરોતરા, રણજીતસિંહ રોહડીયા, ભરતભાઈ ખાંભરા, રવિરાજસિંહ ઝાલા

(12:55 pm IST)