Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રાજુલાના ધાતરવડી નદીના પુલ ઉપર 9મી વખત ગાબડું પડતા ફરીવાર ટ્રાફિકજામ: વાહનોની કતાર

દોઢ કિલોમીટર સુધી નાના-મોટા વાહનોની લાંબી કતારો લાગતા પોલીસ દોડી

અમરેલી પાસે આવેલા રાજુલાના ધાતરવડી નદીના પુલ પર 9મી વખત ગાબડું પડતા ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા. આશરે દોઢ કિલોમીટર સુધી નાના-મોટા વાહનોની લાંબી કતારો લાગતા પોલીસ દોડી આવી હતી. જોકે, પુલ બનાવનાર નેશનલ ઓથોરીટીના એક પણ અધિકારીઓ ફરકયા ન હોતા. દિવાળી વેકેશન હોવાના કારણે વાહનોની સતત અવર-જવર રહે છે. ત્યારે પુલ પર ગાબડું પડતા વાહન ચાલકો અટવાયા હતા.

(12:04 pm IST)