Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દેવડા પાસે છકડો પલ્ટી ખાઇ જતા કમલેશભાઇ માંગરોલીયાનુ મોત

રાજકોટ તા.૩૧: સુલતાનપુર નજીક દેવડા ગામ પસો છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા યુવાનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ જામકંડોરણા રહેતા કમલેશ મુકેશભાઇ માંગરોલીયા (ઉ.વ.૨૦) ગઇકાલે પોતાનો છકડો રીક્ષા લઇને જતો હતો. ત્યારે સુલતાનપુર નજીક દેવડા ગામ પાસે છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા કમલેશભાઇને ઇજા થતા સારવાર માટે ગોંડલ બાદ વધુ સરવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ અંગે સિવિલ હોસ્પિટલ ચોકના ઇન્ચાર્જ કાગળો કરી સુલતાનપુર મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:51 am IST)