Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

માણાવદરના કતકપરા ગામની સીમમાં જુગારના અખાડા પર દરોડોઃ ૯ ઝડપાયા

જાુનાગઢઃ મે.નાયબ પોલીસ મહાનીરીક્ષક તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ આદેશથી તથા નાયબ પો.અધિ.જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ માણાવદર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગાર બંધીનો કડક રીતે અમલ થાય તે માટે માણાવદર પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ એન.વી.આંબલીયા તથા પો.હેડ.કોન્સ કે.જી.ડાભી તથા પો.કોન્સ. શૈલેષભાઇ લખમણભાઇ તથા પો.કોન્સ. સુરેશભાઇ રામભાઇ તથા પો.કોન્સ. વિજયભાઇ ગગનભાઇ તથા પો.કોન્સ. વિપુલભાઇ રમેશભાઇ તથા ડ્રા.પો.કોન્સ. જીગ્નેશભાઇ ધીરજલાલએ રીતે ના પો.સ્ટાફના માણસોએ કતકપરા ગામની સીમમાં આવેલ આરીફ તૈયબભાઇ સેતા ગામેતની રે-કતકપરાવાળાના કબ્જા હવાલાની વાડીની ઓરડીમાં જુગારની રેઇડ કરતા ૧ર પુરૂષો તથા બે મહિલાઓને જુગારના સાહિત્ય સહિત રોકડ રૂપીયા પ,૦૦,૦૦૦/- તથા મો.ફોન નંગ-૧પ કિ. રૂ.૪ર૦૦૦/- તથા મો.સા.નંગ-૩ કિ.રૂ.૧,રપ,૦૦૦/- મળી કુલ કિ. રૂ.૬૭,૦૦૦/- ના મુદામાલ સાથેરેઇડ દરમ્યાન કુલ આરોપી-૭ પુરૂષ તથા મહીલા- રને સ્થળ ઉપરથી ઝડપી લઇ તથા નાશી જનાર-પ ઇસમો વિરૂદ્ધ જુ.ઘા.૪-પ કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:59 am IST)