Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

બેસતા વર્ષને દિવસે કારની ઠોકરે ચડી ગયેલા લોધીકાના ઇટાળાના ભરતભાઇ સનુરાનું મોત

રાજકોટ તા. ૩૧: કાલાવડ રોડ પર ખીરસરા ચોકડી પાસે નવા વર્ષના દિવસે કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકસ્વાર ઇટાળાના કોળી પ્રોૈઢને ગંભીર ઇજા થઇ હતી. તેમનું ભાઇબીજના દિવસે સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.જાણવા મળ્યા મુજબ ઇટાળા રહેતાં ભરતભાઇ લાખાભાઇ સનુરા (ઉ.વ.૫૦) ૨૮મીએ સાંજે પોણા સાતેક વાગ્યે બાઇક હંકારીને કાલાવડ રોડ પર ખીરસરા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે ઇકો કારની ઠોકરે ચડી જતાં રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ૨૯મીએ ભાઇબીજના રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

(11:43 am IST)