Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ચોટીલાના મેવાસામાં છોકરાને બાઇક અડી જતાં ડખ્ખોઃ ભરવાડ પરિવારના પાંચને ઇજા

રાજા ભરવાડના છોકરા રઘાના બાઇકની ઠોકરે ૧૦ વર્ષના જયપાલને ઇજા થયા બાદ માથાકુટઃ રાજા, જળુ, બીલા, ધીરૂ સહિતના કુહાડી-પાઇથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૩૧: ચોટીલાના મેવાસા ગામે બેસતા વર્ષની સવારે ધબધબાટી બોલી જતાં ભરવાડ પરિવારના પાંચને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.મેવાસા રહેતાં અને પશુપાલન કરતાં ખીમાભાઇ હમીરભાઇ મુંધવા (ઉ.૬૫), સામતભાઇ રૂપાભાઇ મુંધવા (ઉ.૫૫), અમરાભાઇ હમીરભાઇ મુંધવા (ઉ.૫૦), ભરત દાનાભાઇ મુંધવા (ઉ.૧૮) તથા જયપાલ વાઘાભાઇ મુંધવા (ઉ.૧૨) ઉપર નવા વર્ષની સવારે અગિયારેક વાગ્યે ગામના જ રાજા સિંધા મુંધવા, મુળુ સિંધા મુંધવા, જળુ સિંધા મુંધવા, બીલા મુળા, ધીરૂ જીતા તથા અન્ય ચાર જણાએ મળી કુહાડી-લાકડી-પાઇપથી હુમલો કરી ઇજા કરતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં.ખીમાભાઇના સગા દિપકભાઇના કહેવા મુજબ ગામમાં રાજા સિંધાનો પુત્ર રઘો બાઇક લઇને નીકળ્યો ત્યારે જયપાલ (ઉ.૧૦)ને ઠોકર લાગી જતાં રઘાને ધ્યાન રાખીને વાહન હંકારવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. એ પછી તેના પરિવારજનોએ આવી હુમલો કરતાં પાંચને ઇજા થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(11:41 am IST)