Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પોરબંદરમાં વારંવાર બદલાયો ઈન્ચાર્જ લેબર ઓફીસરનો ચાર્જઃ અરજદારોને ધક્કા

પોરબંદર, તા. ૩૦ : લેબરલોના નિયમ મુજબ સંસ્થાઓને લેબર ઓફીસરના નામ - સરનામા નોટીસ બોર્ડ ઉપર મારવા રાજય કેસ પેન્ડીંગ લેબર એસો. દ્વારા માંગણી કરી છે.

શહેરમાં કાયમી લેબર ઓફીસરની જગ્યા જ છેલ્લા ૧૦ વર્ષથી વધુ સમયથી ખાલી છે. ત્યારે બહારગામથી ચાર્જ પુરતા આવતા - બદલાતા ઓફીસરનો કોઈ વાર કે સમય ઓફીસમાં મુલાકાતીઓને મળવાનો ફીકસ કે સત્તાવાર જાહેર થયેલ જ નથી ત્યારે લેબર સમસ્યા સંબંધિત શ્રમ અધિકારીને કર્યા વારે કે સમયે મળવા જવું? તે પ્રશ્ન છે અને લેબર ઓફીસના ધક્કા થાય છે તેમ રાજય કેસ પેન્ડીંગ લેબર એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ માંડવીયાએ જણાવેલ છે.

(11:40 am IST)