Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પોરબંદરમાં પતિએ પત્નીને કુહાડો માર્યો

પતી-પત્ની વચ્ચે ઝઘડાના જૂના કોર્ટ કેસમાં પતિએ સમાધાન માટે દબાણ કરતા બઘડાટી

પોરબંદર તા. ૩૧ :.. અહીં વીરડી પ્લોટમાં પતિએ પત્નીને કુહાડો મારીને ગંભીર ઇજા કરી હતી. પતી-પત્ની વચ્ચે ૩ વર્ષ જૂના ઝઘડાના કોર્ટમાં ચાલતા કેસમાં પતિએ સમાધાન માટે દબાણ કરતા બઘડાટી બોલી હતી.

વીરડી પ્લોટમાં રહેતા રેખાબેન બાલુભાઇ શીંગરખીયાએ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે તેમના પિતા બાલુભાઇ નારણભાઇ શીંગરખીયાએ તેની પત્ની અને ફરીયાદી રેખાબેનના માતા ખીમીબેન સાથે ૩ વર્ષ પહેલા ઝઘડામાં કોર્ટ કેસ ચાલતો હોય અને કેસમાાં સમાધાન કરવા બાબુભઇએ દબાણ કરતા મામલો ઉગ્ર બનેલ અને બઘડાટી બોલી ગયેલ અને બાલુભાઇએ તેની પત્નીને કુહાડો મારી ગંભીર ઇજા કરતા સારવાર માટે ખસેડાયેલ છે.

પતિ-પત્ની વચ્ચે ૩ વર્ષ પહેલા ઝઘડામાં પતિએ તે સમયે કુહાડો મારીને ઇજા કરેલ અને કોર્ટ કેસ ચાલી ગયેલ ત્યારબાદ ફરી પત્ની ઉપર પતિએ કુહાડા વડે હૂમલો કર્યોની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પીએસઆઇ શ્રી મેતલીયા વધુ તપાસ ચલાવે છે.

(11:39 am IST)