Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

શાપર-વેરાવળમાં ભાવેશ ચાવડા ઝેરી દવા પી લેતા

રાજકોટ તા. ૩૧: શાપર-વેરાવળમાં રોડ સીએનજી પંપની પાછળ યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ રોડ પર સી.એન.જી. પંપની પાછળ અવેલા પુઠ્ઠાના કારખાનામાં રહેતા ભાવેશ ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ.૨૮)એ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ભાવેશની બીજી પત્ની રીસામણે ચાલી જતા તે એકલો રહે છે આ અંગે શાપર-વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બજાવમા ગોંડલના ભગવતપરા મેલડીમાતાજીના મંદિર પાછળ રહેતા કરણ અશોકભાઇ પરમાર (ઉ.વ.૨૦)એ પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ અંગે ગોંડલ સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)