Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જામનગરમાં ઘોડી પાસાનો જુગાર રમતા પ શખ્સો રોકડ સાથે ઝડપાયા

 જામનગર, તા. ૩૧ : અધિક્ષક શરદ સિંધલની સુચના અને શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.પી. જાડેજા તથા સટી એ-ડવી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર ટી.એલ. વાઘેલા,ના માર્ગદર્શન મુજબ એ-પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો. સબ ઇન્સ. એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં

તે દરમ્યાન પો. કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા, ગૌતમભાઇ મકવાણાને ચોક્કસ બાતમી મળેલ કે જામનગર મહાવીરનગર શેરી નં.૧માં રામદેવપીરના મંદિર પાસે અમુક ઇસમો ઘોડી પાસા નામનો જુગાર રમે છે તે હકીકત આધારે રેઇડ કરતા આરોપી (૧) અશ્વિન જયંતિભાઇ વાણીયા (ર) વિકાસ જીતુભાઇ પરમાર (૩) અનિલ કાનજી વાઘેલા (૪) મોહનભાઇ ઉર્ફે મુકેશ હરીભાઇ વઢોર (પ) જીવાભાઇ ઉર્ફે જીવો ઉકાભાઇ ચૌહાણ રહે. તમામ જામનગર વાળાઓને ઘોડી પાસાનો જુગાર રમી પૈસાની હારજીત કરતા રોકડા રૂ. ૧૦,પ૭૦/- સાથે રેઇડ દરમ્યાન પકડી પાડેલ છે.

આ કામગીરીમાં પોલીસ ઇન્સ ટી.એલ. વાઘેલા પો.સબ ઇન્સ. એમ.વી. મોઢવાડીયા , પો.હેડ કોન્સ. સંદીપભાઇ ચુડાસમા તથા નરેન્દ્રસિંહ ઝાલા તથા રામદેવસિંહ જાડેજા,પો.કોન્સ. યોગરાજસિંહ રાણા તથા શિવભદ્રસિૅહ જાડેજા તથા ફીરોજભાઇ ખફી તથા આફતાબભાઇ સફીયા, ગૌતમભાઇ મકવાણા, મહાવીરસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(11:37 am IST)