Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જામનગર-ખંભાળીયા હાઇવે ઉપર બીલ વગરના કોપર વાયરના જથ્થા સાથે ધરપકડ

જામનગર તા. ૩૧ :.. જીલ્લાના પોલીસ વડા શરદ સિંઘલના માર્ગદર્શન અને ઇન્ચાર્જ પો. ઇન્સ. કે. કે. ગોહીલ એલ. સી. બી. ની સુચના મુજબ એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ. ખીમાભાઇ ભોચીયા તથા વનરાજભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે ગોપાલ ઉર્ફે ભુરો ગોવાભાઇ કરમુર આહીર રહે. ગોકુલનગર સાઇના શેરી નં. ૯ જામનગર વાળો કોપર વાયર-૩પ કિલો જેની કિ. રૂ. ૧૪૦૦૦ નો બીલ આધાર વગરના મુદામાલ સાથે પકડી પાડી કબ્જે કરી પોલીસ હેડ કોન્સ. એફ. જી. દલએ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો. ઇન્સ. કે. કે. ગોહીલની સુચનાથી પો. સ. ઇ. આર. બી. ગોજીયા, તથા એલ. સી. બી. સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(11:37 am IST)