Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વિરમગામ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ

ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, શરદી, ઉધરસના અસંખ્ય કેસ

વઢવાણ,તા.૩૧: વિરમગામ પંથકમાં આવેલી માત્ર સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે સરેરાશ દરરોજ સવાર-સાંજ ૨૦૦ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની પૂરતી જગ્યાઓ ભરવામાં આવતી નથી અને માત્ર બે મેડિકલ ઓફિસર હોવાથી ચોવીસ ચોવીસ કલાક ની સળંગ ડ્યુટી બજાવતા હોય તેઓ ખુદ માનસિક રીતે થાકી જતા હોય છે સરકાર અને આરોગ્ય વિભાગ આ બાબતે તાત્કાલિક ખાલી પડેલી જગ્યાઓ મા સ્ટાફની નિમણૂક કરે અને હેડ કવાટરમાં ડોકટર અને નર્સિંગ સ્ટાફને રહેવાની ફરજ પાડે તે જરૂરી છે.

હાલમાં ડેન્ ગ્યુ, મેલેરીયા, તાવ, શરદી, ઉધરસના અસંખ્ય દર્દીઓ નોંધાયા છે.

(11:36 am IST)