Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ચોરવાડના ગડુની હોટેલનો સિકયુરીટી ગાર્ડની પરવાના વગરની બંદુક સાથે ધરપકડ

એસઓજીએ ૧૦ કાર્ટીસ પણ કબ્જે કર્યા

જાુનાગઢ તા.૩૧ : એસ.પી.સૌરભસિંઘની સુચનાથી જાુનાગઢ એસઓજીના ઇન્ચાર્જ પી.આઇ.જે.એમ.વાળા તેમજ સ્ટાફના મહેન્દ્રભાઇ વગેરે ગઇકાલે સાંજે ચોરવાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

ત્યારે ગડુ ખાતેની નંદનવન હોટેલમાં સિકયુરીટી ગાર્ડની ફરજ બજાવતા ઉતરપ્રદેશના શિવાકાન્ત ઉમેશચંદ્ર ચર્તુવેદી (ઉ.ર૧) પાસેથી બંદુકનુ લાયસન્સ એસઓજી દ્વારા માંગવામાં આવ્યું હતું.

પરંતુ આ શખ્સ હથિયારનો પરવાનો રજુ કરી નહિ શકતા તેની પરવાના વગર રૂ.૭૦ હજારની કિંમતની બંદુક અને રૂ.૧૦૦૦ના ૧૦ જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરી હતી.

એસઓજી દ્વારા શિવાકાન્ત ચતુર્વેદી તેમજ તેને હથિયાર આપનાર ઉતરપ્રદેશનો બિપીનદુબે રામશરન દુબે વિરૂદ્ધ ચોરવાડ પોલીસ મથકમાં આર્મી એકટની કલમ રપ (૧) બીએઅને કલમ ૩૦ તેમજ ર૭ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

વિશેષ તપાસ ચોરવાડના પીેએસઆઇ એલ.એ.ભરગા ચલાવી રહ્યા છે.

(11:35 am IST)