Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

રીબડામાં હિટ એન્ડ રનની ઘટનામાં ૪ વર્ષના રાજેશ બારીયાનું મોત

રાજકોટ તા. ૩૧: ગોંડલના રીબડામાં રહેતાં પરિવારના ચાર વર્ષના બાળકનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

રીબડા રહેતાં રમેશભાઇ બારીયાનો પુત્ર રાજેશ (ઉ.વ.૪) તા.૨૬/૧૦ના રોજ ગામમાં સોનાપુરી પાસે રોડ પર રમતો હતો ત્યારે કોઇ અજાણી ફોરવ્હીલનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં રાજેશને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ બેસતા વર્ષના દિવસે તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી રીબડા પોલીસને જાણ કરી હતી.

(11:33 am IST)