Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

પોરબંદરમાં દિવાળી તહેવારોમાં લુખ્ખાઓનો આંતકઃ ફટાકડા ખરીદીને પૈસા નહીં આપવા દાદાગીરી

પોરબંદર તા.૨૬: દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં લુખ્ખાઓમાં બે ત્રણ જગ્યાએ આંતક મચાવ્યો હતો. મોટી રકમના ફટાકડા ખરીદ કરીને પૈસા નહીં ચુકવવા દાદાગીરી કરીને મારકુટ કરી હતી.

દિવાળીએ ચોપાટી પાસે ફટાકડા બજારમાં ત્રણ-ચાર શખ્સો એક રાજકીય વ્યકિતનું નામ આગળ ધરીને મોટી રકમના ફટાકડા ખરીદી કર્યા હતાં અને રોકડાને બદલે ચેક આપતા વેપારીએ ના પાડતા બઘટાડી બોલાવીને મારકુટ કર્યાની અને કેટલાંક લોકો વચ્ચે પડતા મામલો થાળે પડયાની ચર્ચા ઉઠી હતી.

બીજા બનાવમાં માણેક ચોકમાં ૪-૫ શખ્સો કારમાં આવેલ અને રેંકડીમાં વેચતા ફટાકડાવાળા પાસે મોટી રકમના ફટાકડા ખરીદી કરતા બીલ આપતા.

બીલ ચુકવવાની ના પાડીને નશામાં ગાળો આપીને નાસી ગયેલ હતાં. શહેરમાં અનેક સ્થળોએ ફટાકડા ખરીદવા લુખ્ખાઓએ આંતક મચાવ્યાની લોકોમાં ચર્ચા થઇ રહી છે.

(11:26 am IST)