Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મુન્દ્રામાં ૨ લાખની, રાપરમાં ૪ લાખની ઘરફોડ ચોરી

ભુજ, તા.૩૧: પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ઘરફોડ ચોરીના બનાવો દ્વારા તસ્કરોએ પોલીસને દોડતી કરી છે. રાપરમાં મુંબઈથી આવેલા પટેલ પરિવારના ઘરમાં ધોળે દહાડે ચોરી થઈ હતી. રાપરના ખોડિયાર મંદિર પાસે મકાન ધરાવતાં મુંબઈના કારુભાઇ મુલજી પટેલ ખેતરે પરિવાર સહિત ગયા હતા, જયાંથી પરત ફર્યા ત્યારે તેમને ઘરમાં ચોરી થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું. વતન કચ્છમાં આવેલા આ પટેલ પરિવારના ઘરમાંથી તસ્કરોએ તિજોરી અને કબાટ તોડીને ૩ લાખ ૭૦ હજારના સોનાના દાગીના અને ૩૦ હજારની રોકડ સહિત ૪ લાખ રૂપિયા ની ચોરી કરી હતી. બીજા બનાવમાં મુન્દ્રામાં શ્રીજી નગર સોસાયટીમાં રહેતા કસ્ટમ કિલયરિંગ એજન્ટ સંજીવ દુબે ઘર બંધ કરીને પોતાને વતન દિલ્હી ગયા હતા. તે સમયગાળામાં મકાનના તાળા તોડીને તસ્કરોએ ૧ લાખ ૩૦ હજાર રોકડા, ૭૦ હજારના દાગીના સહિત બે લાખની ચોરી કરી હતી. બન્ને બનાવની તપાસ પોલીસે હાથ ધરી છે.

(11:16 am IST)