Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સવારે શિયાળો, બપોરે ઉનાળો, સાંજે ચોમાસુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં એકજ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવઃ રોગચાળો વધુ પ્રસરે તેવો ભય

રાજકોટ તા. ૩૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રવિવારથી હવામાનમાં પલ્ટો આવતા એકજ દિવસમાં એક સાથે ત્રણ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

દરરોજ રાત્રે અને વહેલી સવારના સમયે શિયાળાની ઠંડક સાથે શિયાળા જેવુ વાતાવરણ છવાઇ જાય છે અને મંદ-મંદ ઠંડીનો અહેસાસ થાય છે.

જેના કારણે રસ્તા ઉપરથી પસાર થતી વખતે કે વાહન વ્યવહારને ઠંડીના કારણે અસર પડી રહી છે અને રસ્તા ઉપર ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છ.ે

જયારે બપોરના સમયે મહતમ તાપમાનમાં વધારા સાથે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. અને ગરમીથી બચવા માટે લોકો પંખા તથા એસીનો સહારો લઇ રહ્યા છે. બપોરથી સાંજ સુધી અસહ્ય ઉકળાટ સાથે આકરા ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે. જયારે સાંજના સમયે ચોમાસા જેવુ વાતાવરણ છવાઇ જાય છે અને કોઇ જગ્યાએ હળવો તો કોઇ જગ્યાએ ભારે વરસાદ વરસતા પાણી-પાણી થઇ જાય છે અને ચોમાસા જેવો માહોલ છવાઇ જાય છે.

આવી રીતે એક જ દિવસમાં એક સાથે ત્રણ રૂતુના અનુભવોથી રોગચાળો વધુ પ્રસરે તેવો ભય ફેલાયો છે.

(11:16 am IST)