Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ભાવનગરઃ મિત્રના હાથે મિત્રની હત્યા

જુગાર રમતા ૩ મિત્રો વચ્ચે ઝઘડો થતાં લાકડી ઝીંકી દીધી

ભાવનગર તા. ૩૧ :.. ભાવનગરનાં નવાગામમાં રહેતા અને મજુરી કામ કરતાં મુળ ઝારખંડનાં પરપ્રાંતીય શ્રમિકો ઇશ્વર ફુલચંદ ભારથી ઉ.ર૦ તથા મનોજ અને આશીષ નામનાં ત્રણ મિત્રો જૂગાર રમતાં હતા ત્યારે ઝઘડો થતાં ઉશ્કેરાઇ મનોજ તથા આશીષ એ ઇશ્વરભારથી ઉ.વ.ર૦ ઉપર લાકડાનો માથાનાં ભાગે ઘા ઝીંકતા તેને ગંભીર હાલતે હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ અંગે શ્યામ ચાતુર ભારથીએ વરતેજ પોલીસ સ્ટેશનમાં મનોજ અને આશીષ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ વરતેજ પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ. ચુડાસમા ચલાવી રહ્યા છે.

(11:15 am IST)