Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

જૂનાગઢના પુર્વ ડે મેયર ગિરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા પુત્રવધુઓનું લક્ષ્મીસ્વરૂપે પુજન

જૂનાગઢઃ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા પરિવાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ છેલ્લા ત્રણ દાયકાથી દિવાળીના દિવસે કોટેચા પરિવારની પુત્રવધુઓનું લક્ષ્મી સ્વરૂપમાની પુજન કરવામાં આવે છે ઉપરોકત તસ્વીરમાં પુત્રવધુઓનું પુજન કરતા ગિરીશભાઇ કોટેચા શ્રીમતી ગીતાબેન કોટેચા તેમજ વિપુલભાઇ કોટેચા અને રેશ્માબેન કોટેચા પાર્થ કોટેચા અને સમગ્ર પરિવાર પુજન કરતા નજરે પડે છે. આ તકે પૂર્વ મેયરગીરીશભાઇ કોટેચાએ જણાવ્યુ હતું કે દિવાળીના દિવસે લોકો ચોપડાપુજન અને લક્ષ્મી પુજન કરે છે. ત્યારે અમારો પરિવાર વર્ષોથી દિવાળીના દિવસે કોટેચા પરીવારની પુત્રવધુ વહુઓને લક્ષ્મી સ્વરૂપમાંની પુજા કરે છે. અને આ પુજન કરવાથી અમારા ઘરમાં આવનાર સંકટ દુર રહે છે. અને લક્ષ્મીજીનો કાયમ વાસ રહે છે.આમ કોટેચા પરિવાર પણ આજે પુત્રવધુઓને આટલુ સન્માન આપી નવો રાહ ચિંધે છે. (અહેવાલ વિનુ જોષીઃ તસ્વીર મુકેશ વાઘેલા જાુનાગઢ)

(9:54 am IST)