Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ગારીયાધારના જાળીયા ગામના જુના મનદુઃખમાં કાકાને ભત્રીજાની ખૂનની ધમકી

ગારીયાધાર ,તા. ૩૧ : જાળીયા ગામે રહેતા વશરામભાઇ હકાભાઇ ગોહિલ (ઉ.વ.પ૦) એ જાળીયા ગામે રહેતા રાહુલ દીયાળભાઇ પરમાર, જતીન રમેશભાઇ પરમાર અને ભાવેશભાઇ જેરામભાઇ પરમાર સામે ફરીયાદ નોંધાવી છે.

રાહુલના કાકા રમેભાઇ સાથે વશરામભાઇને મનદુઃખ હોવાથી જેની દાઝ રાખી રાહુલ અને ભાવેશે મનફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદ આઇપીસી પ૦૪, પ૦૬(ર), ૧૧૪ મુજબ દાખલ કરી તપાસ બીટ જમાદાર પી.કે. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

(9:53 am IST)