Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

8મી નવેમ્બરથી ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ : યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન

રેલવે તંત્ર દ્વારા એકસ્ટ્રા ટ્રેનો દોડાવાશે અન્ય ટ્રેનોમાં એકસ્ટ્રા કોચ વધારાશે

જૂનાગઢ : આગામી 8મી નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થનાર છે ગરવા ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રાળુઓ ને કોઈ મુશ્કેલી ના પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે. વન વિભાગ દ્વારા જંગલના રોડ રસ્તાની સુધારણા, વીજ કંપની દ્વારા લાઈટ, મહાપાલિકાદ્વારા આરોગ્ય, પાણી, સહિતની સુવિધાઉભી કરવામાં આવશે. ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદબાપુએ પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત રહે અને જગલ સ્વચ્છ રહે તે માટે ભાવિકોને સહકાર આપવા અનુરોધ કર્યો છે.

  જૂનાગઢના ગિરનાર પરિક્રમા મેળાને લઇને રેલવે તંત્ર દ્વારા એકસ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં 1 મીટર ગેજ અને 2બ્રોડગેજ ટ્રેન એકસ્ટ્રા શરૂ કરવામાં આવશે. તે ઉપરાંત અન્ય ટ્રેનોમાં એકસ્ટ્રા કોચ વધારવામાં આવશે. ભાવનગર મંડળ હેઠળ આવતા જૂનાગઢ રેલવે વિભાગ દ્વારકા ગિરનાર પરિક્રમાના મેળામાં થતી ભીડને ધ્યાને લઇને યાત્રિકોની સુવિધામાં વધારો કરાયો છે. જેમાં જૂનાગઢ-સતાધાર-જૂનાગઢ, રાજકોટ-જૂનાગઢ-રાજકોટ અનેસોમનાથ-જૂનાગઢ-સોમનાથની ટ્રેનો તા. 4 થા 12 નવેબમ્બર સુધી આ દોડાવવામાં આવશે.

(11:55 pm IST)