Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

મોટી પાનેલી ગામ બંધ : ડેમમાંથી પાણી છોડાશે તો ઉપવાસ આંદોલન

ફુલઝર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાશે તો ૧૪ હજાર ગ્રામજનો પીવાનાં પાણી માટે વલખા મારે તેવી સ્થીતિ

મોટી પાનેલી તા. ૩૧ :.. અહીંના ફુલઝર ડેમમાં પીવાનું પાણી અનામત રાખવાની માંગ સાથે ગ્રામજનોએ આજે સજ્જડ બંધ પાડયો હતો.

આ વર્ષે વરસાદ ઓછો પડેલ હોય ખેતરો મા ઉભા મોલને પાણી ની જરુરીયાત હોય મોટી પાનેલી ના ફુલઝર ડેમમાં મહદ અંશે પાનેલીની લગભગ ચૌદ હજાર જેટલી વસ્તીને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉભી ન થાય અને પીવાનું પાણી જળવાઈ રહે તે માટે સિંચાઈ માટે પાણી ન છોડાય તેવી ગ્રામજનો ની માંગણી ઉઠી છેં.

આ અંગે ગ્રામજનોમાં થતી ચર્ચામાં એકવાત સ્પષ્ટ પણે સમજાય એવી એ છેં કે જો સિંચાઈ માટે કદાચ પાણી છોડવામાં પણ આવે તો એટલું પાણી તો ડેમ મા છેજ નહીં કે છેક કોલકી કે ભાયાવદર ની સીમના ખેતરો સુધી પાણી પૂરેપૂરું પહોંચી શકે જો એવું થાય તો નાહક નો પાણી નો વેડફાટ થાય ને પાનેલી માટે પીવાના પાણી ની પણ સમસ્યા સર્જાય આ વાત ગંભીર પણે વિચારવા જેવી છેં

 આ અંગે સોમવારે સાંજે મોટી પાનેલી સમસ્ત ગ્રામજનો ની જાહેર મિટિંગ મળેલ જેમાં સરકારના સિંચાઈ માટે પાણી છોડવાનો ઉગ્ર વિરોધ દરસાવામાં આવ્યો હતો અને તે આજે બુધવારે મોટી પાનેલી ગામ સજ્જડ બન્ધ પાડયો હતો તેમજ  જરૂર પડશે તો ગ્રામજનો આગેવાનો એ ઉપવાસ આંદોલન પર ઉતરવાની પણ તૈયારી દાખવી હતી. સરકાર આ અંગે ગમ્ભીર પણે વિચારે તેવી માગ ઉઠવા પામેલ છેં. નોંધી ઉગ્ર માંગ ઉઠાવી હતી. (૯.૪)

(11:53 am IST)