Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભાનો કોંગ્રેસના સભ્યો દ્વારા બહિષ્કાર

ભાવનગર  તા.૩૧: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભામાં કોંગ્રેસના સભ્યોએ બહિષ્કાર કર્યો હતો. સભામાં મુકવામાં આવેલ બે ઠરાવ મંજુર કરવામાં આવ્યાં હતાં.

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા માત્ર બે ઠરાવને લઇને મળી હતી. કોંગ્રેસના ચાર સભ્યોએ સાધારણ સભાનો બહિષ્કાર કર્યો હતો અને કચેરી સામે પ્લે કાર્ડ રાખીને વિરોધ કર્યો હતો.

આ અંગે કલ્પેશભાઇ મણિયારે માહિતી આપી હતી. કોંગ્રેસના સભ્યોના બહિષ્કાર અંગે ચેરમેન નિલેશભાઇ રાવળને પુછતાં તેમણે સભ્યોએ જાણ કરી ન હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં મળેલી સભામાં શિક્ષણ નામમાં ફેરફાર અને ગુજરાત હાઇકોર્ટમાં ચાલતાં કેસમાં સમિતિની તરફેણમાં વકિલ રોકવા અંગેના બન્ને ઠરાવ મંજુર કરવામાં આવ્યાં હતાં.

શિક્ષણ સમિતિમાં થયેલ કૌભાંડ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતને લગતા ઠરાવ સભામાં મુકવામાં આવ્યા ન હોય, માત્ર સભ્યપદ બચાવવા માટે સભા બોલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના સભ્યોએ કર્યો હતો.(૧.૮)

(11:51 am IST)