Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

માણાવદર આંગડીયા લૂંટ પ્રકરણમાં બીજો આરોપી દાહોદથી ઝડપાયો

જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા

 જુનાગઢ તા. ૩૧ :.. માણાવદરના બાંટવા રોડ ઉપર માણાવદરના યોગેશભાઇ ગોંધિયા બાંટવા મુકામે આવેલ તેમની પી. એમ. આંગડીયા પેઢીએથી ગઇ તા. રર-૧૦-ર૦૧૮ ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યે માણાવદર આવવા તેમની મોટર સાયકલમાં નિકળેલ ત્યારે તેમની પાસે આશરે ર૦ થી રપ લાખ રૂપિયા ભરેલ એક પર્સ સાથે હતું જે પર્સ માણાવદર તાલુકાના સુલતાનપુર ગામ નજીક કોઇ અજાણ્યા ઇસમોએ આ ઇજા પામનારના માથામાં કોઇ હથિયાર વડે માર મારી ઇજા કરી ઉપરોકત પૈસા ભરેલ પર્સની લૂંટની કરી નાસી ગયેલનો બનાવ બનતા સદરહું ગુનાના  કામેના આરોપીઓને શોધી કાઢવા જુનાગઢ રેન્જના આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ સા.ના સીધા માર્ગદર્શન તથા સુચના અન્વયે એલ. સી. બી., એસ. ઓ. જી. પેરોલ ફર્લો, માણાવદર પો. સ્ટે. તથા બાંટવા પો. સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત ગુન્હાના આરોપીઓની તપાસમાં હતાં. તેમજ આ કામે ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા. પોલીસ ઇન્સ. આર. કે. ગોહીલને આ કામના આરોપીઓને પકડવા માટે તાત્કાલીક એક ટીમ સાથે  દાહોદ જીલ્લા તરફ રવાના કરતા તા. ર૯-૧૦-ર૦૧૮ ના રોજ આ કામે સંડોવાયેલ એક આરોપી દિનેશ ઉર્ફે દિનીયો સ.ઓ. કરશનભાઇ ગોબરભાઇ બીલવાલ જાતે ભીલ આદિવાસી ઉ.૩૩ ધંધો ખેત મજૂરી રહે. મુળ રહે. લમ્બેલા ગામ તા. રાણપુર પો. સ્ટે. કુન્દનપુર જી. જાબવા રાજય મધ્ય પ્રદેશ, હાલ રહે. ભાયાવદર ગામ તા. ઉપલેટા જી. રાજકોટ વાળાને લૂંટમાં ગયેલ મુદામાલ રોકડા રૂ. ૧,૪૪,૦૦૦ સાથે દાહોદ એસ. ટી. બસ સ્ટેશન નજીકથી ખાનગી હકિકત આધારે પકડી પાડી  ધોરણસરની કાર્યવાહી કરી માણાવદર પોલીસને સોંપી આપેલ છે. ઉપરોકત કામગીરીમાં ક્રાઇમ બ્રાંન્ચના ઇન્ચા. પોલીસ ઇન્સ. શ્રી આરે. કે. ગોહીલ સાથે ક્રાઇમ બ્રાન્ચના પો. હે. કો. બી. કે. સોનારા, તથા પો. કો. યશપાલસિંહ જાડેજા,  સાહીલભાઇ સમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા તથા ડ્રા. પો. કો. માનસીંગભાઇ બારડ સાથે હતાં. (પ-૧પ)

(11:54 am IST)