Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

મોરબીમાં ૧૩.૬૦ કરોડ છેતરપીંડી કેસમાં મહિલા આરોપી ઝડપાઈ :એસઓજી ટીમે પાંચમાંથી ચાર આરોપીને ઝડપ્યા

ઝડપાયેલી મહિલા બેંક અધિકારી રચના સિંઘ હોવાની ઓળખ આપતી:સાચું નામ પરમેશ્વરી ઉર્ફે પરી સુરેશભાઈ ગોહિલ

 

મોરબીના પટેલ વેપારી સાથે કરોડોની છેતરપીંડી કેસમાં મુખ્ય સુત્રધાર સહીત બે આરોપીને અગાઉ ઝડપી લીધા બાદ મોરબી એસઓજી ટીમે દિલ્હીથી એક આરોપીને ઝડપી લીધો હતો તો ચીટીંગ કેસમાં મહિલાની પણ સંડોવણી હોય જેને એસઓજી ટીમે મોરબી ખાતેથી ઝડપી લીધી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વેપારી વિજયભાઈ ગોપાણીએ આરોપી ડો. વસંત કેશુભાઈ ભોજવિયા, પ્રદીપકુમાર કારેલીયા, જયેશ ઉર્ફે રોહિત સોલંકી અને ફાઈનાન્સ અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ તેમજ રચના સિંધ એમ પાંચ સામે ૧૩.૬૦ કરોડ રૂપિયાની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી કરોડોના કોન્ટ્રાકટ અપાવી દેવાની લાલચ આપી ઠગાઈ કરવામાં આવી હોય જે કેસની તપાસ મોરબી એસઓજી ટીમને સોપવામાં આવી હોય અને એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ દ્વારા ચીટીંગ કેસમાં મહિલા આરોપી રચના સિંઘની મોરબી ખાતેથી અટકાયત કરવામાં આવી છે ઝડપાયેલી મહિલા બેંક અધિકારી રચના સિંઘ હોવાની ઓળખ આપતી હતી જોકે તેનું સાચું નામ પરમેશ્વરી ઉર્ફે પરી સુરેશભાઈ ગોહિલ હોવાનું એસઓજી ટીમ પાસેથી જાણવા મળ્યું છે અને છેતરપીંડી કેસમાં તેનો અન્ય શું રોલ છે તે વધુ તપાસ એસઓજી ટીમે ચલાવી છે

ઉલ્લેખનીય છે કે અગાઉ આરોપી ડો. વસંત ભોજવિયા અને જયેશ સોલંકીને ઝડપી લઈને જેલહવાલે કર્યા છે જયારે ફાયનાન્સ અધિકારી તરીકે ઓળખ આપનાર શખ્શ અમરકુમાર રામકુમાર ઠાકુરને દિલ્હીથી ઝડપી લેવાયો છે અને તે તા. ૦૩ સુધીના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે રચના સિંઘ નામની મહિલા આરોપી ઝડપાઈ છે અને હવે ચીટીંગ કેસમાં પ્રદીપ કારેલીયાની ધરપકડ કરવાની બાકી છે તે દિશામાં એસઓજી ટીમે વધુ તપાસ ચલાવી છે

(12:15 am IST)