Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પોરબંદરમાં ગણેશજીને વધાવવા ભાવિકોમાં ઉત્સાહઃ શોભાયાત્રા મહાઆરતી તથા ભજન કિર્તન

માણેક ચોક મિત્ર મંડળ દ્વારા એક દિવસ ગણેશોત્સવ : મહારાષ્ટ્ર મિત્રમંડળ પારેખ ચકલા અને કેદારેશ્વર મંદિર સહિત ઠેર ઠેર ઉજવણી આયોજન

પોરબંદર તા.૩૧ : વિક્રમ સંવત ૨૦૭૫ ભાદરવા સુદ ૪ ગણેશચતુર્થી યાને વરદ ચતુર્થી સોમવારના અત્રેના મહાત્મા ગાંધી રોડ પ્રાચીન કેદારેશ્વર મહાદેવ અને મહાઅન્નપુર્ણા માતાજી સમીપ સાનિધ્યે આવેલ પ્રાચીન ગણેશ મહોત્સવ ઉજવણી વ્યાપારી વર્તુળ દ્વારા લોકગણેશ વહેલી સવારે ૬-૩૦ વાગ્યે મંગલ ઉદઘાટન  સવારે ૭-૩૦ વાગે મંગલા આરતી, બપોરના ૧૨ કલાકે ભોગ આરતી સાંજે ૭-૩૦ કલાકે વાર્તા સંધ્યા આરતી રાત્રીના મધ્યાહન સમયે ૧૨ વાગ્યે મહાઆરતી. સવારના ૮ વાગ્યાથી ગણેશયજ્ઞ ૧૦૦૮ એક હજાર આઠ મોતીચુર લાડુની આરતી મધ્યાહન સમયે બીડુ હોમ રાત્રીના ૯ કલાકે સ્થાનીક કલાકારોના ભજન ધુન વગેરે ધાર્મિક કાર્યક્રમો રાખેલ છે.

પોરબંદરના છેલ્લા જેઠવા વંશના રાજવી સ્વ.મહારાણા નટવરસિંહજી સમયાંતરે નિયમીત સાંજના હજુરકોર્ટ સમય પુર્ણ થતા શહેર નગરયાત્રા તેમજ પ્રત્યક્ષ નાગરિકો પાસેથી શહેરની જાણકારી તેમજ ન્યાયહિત માટે પોતાની કારમાં સેલ્ફ ડ્રાઇવીંગ કરતા. જૂની હજૂર કોર્ટથી નીકળી મુખ્ય બજાર, માણેક ચોક, ઝવેરી બજાર, ખારવા જ્ઞાતિ, મખી પંચાયત મંદિર, બંદરે જતા ત્યારે અચુક નિયમીત આ પ્રાચીન ગણપતિ મંદિરે મા અન્નપુર્ણા મંદિરે તેમજ પ્રાચીન ત્રણસોવર્ષ પુરાણા કેદારેશ્વર મહાદેવ મંદિરે નિયમીત દર્શન કરવા આવતા જે તેઓશ્રીનો નિયમ હતો. તે સમયે શહેરના નાગરીકો વિના સંકોચે પોતાની યાતના રજૂઆત કરવા રૂબરૂ લેખીત અરજી આપવાની જરૂર નહોતી. તેઓશ્રી નોંધ કરી આ રાજવીએ પોતાની સાથે કદી પોલીસ બંદોબસ્ત રાખેલ નહી. અતિ સાદગી સામાન્ય પ્રજાની સાથે રહી સુખદુખ સાંભળતા હતા.

પૂ.મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનુ મંદિરથી દક્ષિણે આવેલ માણકયકરનારા મગનલાલ છગનલાલની દુકાન પર ઉપચ્ચસ્થાને પ્રાચીન ગણેશઉત્સવ છેલ્લા પાત્રીસ વર્ષથી એક દિવસનો વ્યાપારી ભાઇઓના સહકારથી માણેકચોક મિત્ર મંડળ દ્વારા વિક્રમસંવત ૨૦૭૫ ભાદરવાસુદ ૪ને સોમવાર તા.ર ના રોજ એક દિવસીય મહોત્સવનું આયોજન કરેલ છે.

વહેલી સવારે શુભ ચોઘડીયે વિધ્નહર્તા દેવ શ્રી ગણેશ મહાપૂજન શાસ્ત્રોકત વિધી પ્રમાણે ભૂદેવોના સાનિધ્યમાં પ્રચલીત ચલીત મુર્તિ જે કાયમી પૂજનના છેલ્લા પંદર વર્ષથી પૂજન થતી હોય તેનુ ગણપતિમંત્રોના ઉચ્ચાર સાથે આહવાન પૂજન યજમાનો દ્વારા મંગળા આરતો ભોગ તેમજ દિવસ દરમિયાન રાત્રીના ૧૦ વાગ્યા સુધી દર્શન સાંજના ૭-૩૦ વાગ્યે મહાસંધ્યા આરતી દર્શન ભૂદેવોના ઉપસ્થિતીમાં મંત્રો સાથે આહવાન પૂજન બાદ દુકાન પર બિરાજતા પ્રાચીન ગણપતિદાદાને પૂજા શણગાર દર્શન ધારણ કરાશે.

શ્રી માણેકચોક ગણેશ મિત્ર મંડળના આયોજક કાર્યકરો દ્વારા સાંજના ૭-૩૦ વાગ્યે સંધ્યા મહાઆરતીનો લાભ સૌ નગરજનો હાજરી આપી લ્યે. આખો દિવસ આહવાન સ્થાપન આરતી બાદ દાદા સન્મુખ ધરાવેલ પ્રસાદનું અવિતરત વિતરણ કંકુ પ્રસાદી સાથે રાત્રીના ૧૦ વાગ્યા સુધી સંધ્યા મહાઆરતી ૭-૩૦ વાગ્યે પુર્ણ થયા બાદ પ્રસાદ વિતરણ કરાશે. લાડુ પ્રસાદીનું કામ માણેકચોક મિત્ર મંડળ દ્વારા કરાયુ છે તેમ જણાવવામાં આવેલ છે.

મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા ઝવેરીબજાર પારેખ ચકલા ચોક મંગલકારી હનુમાન મંદિર સાનિધ્યે સમીપ પારેખ ચકલા પોસ્ટ આનંદ ભુવન નજીક પંચ દિવસીય ગણેશ ઉત્સવ વિક્રમ સંવત ૨૦૭૫ ભાદરવા સુદ ૪ને સોમવારે તા.રના રોજ સવારે શુભ ચોઘડીયે સામા કાઠાથી ગણેશ મુર્તિ આહવાન શોભાયાત્રા પધરામણી ત્યારબાદ ભૂદેવ દ્વારા શાસ્ત્રોકત વિધી ગણેશ મંત્રોચ્ચાર સાથે આહવાન સ્થાપન પંચ દિવસીય ત્યારબાદ ગણેશઉત્થાન પ્રસાદી વિતરણ ઉત્સવ દરમિયાન ગમે ત્યારે એક દિવસીય સત્યનારાયણ ભગવાનની પૂજા વિસર્જન તા. ૬ના બપોરના ૩ વાગ્યા પછી પારેખ કલાથી માણેક ચોક, ગાંધીરોડ, એસટી રોડ, ચોપાટી સમુદ્ર કિનારે વિસર્જન પંચ દિવસ દરમિયાન સૌ ધર્મપ્રેમીઓને દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવેલ છે.

આ ઉત્સવ પાંચેય દિવસ દરમિયાન સવારે મંગલપૂજન ભૂદેવ દ્વારા મંગલા આરતી વેદોચ્ચાર મંત્ર સંધ્યા બાદ સાયં આરતી વેદમંત્ર સાથે પ્રસાદી વિતરણ ધૂન ભજન વગેરે પારેખકલા મહારાષ્ટ્ર ગણેશ ઉત્સવ મિત્રમંડળ દ્વારા યાદીમાં જણાવેલ છે.

(11:55 am IST)