Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

માણાવદરના કોડવાવ, સીતાણા ગામમાં પોલીસના જુગાર પર દરોડા ૧.૬૪ લાખનો મુદામાલ જપ્ત

૧૧ શખ્સોને ઝડપ્યાઃ પીએસઆઇ એ. કે. પરમાર અને સ્ટાફ દ્વારા કાર્યવાહી

જૂનાગઢ તા. ૩૧ :.. જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોડવાવ તથા શીતાણા ગામમાંથી જૂગાર રમતા ૧ર શખ્સોને ઝડપી ૧.૬૪ લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રોહીબીશન જુગારના કેસો શોધી કાઢવા રાખેલ ઝૂંબેશ અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની સુચના આધારે કેશોદ ડીવીઝનના ડીવાયએસપી જે. બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ તા. ૩૦ ના રોજ બાંટવા પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. એ. કે. પરમાર તથા પો. કોન્સ. સંજયભાઇ જીણાભાઇ તથા ડ્રા. પો. કોન્સ. ગોપાલભાઇ હીરાભાઇ કીંદરખેડીયા તથા ખીમાભાઇ રાણાભાઇ સહિતના માણસોની ટીમ દ્વારા કોડવાવ ગામે દલીત વાસમાં જાહેરમાં જૂગાર રમતા આરોપીઓ  કિશોર રાણાભાઇ રાવલીયા જાતે આહીર (ઉ.વ.૪૦) રહે. કોડવાવ તા. માણાવદર, જયમીત ભુપતભાઇ વાઘેલા જાતે. (કોળી), (ઉ.વ.૧૯) રહે. કોડવાવ તા. માણાવદર, ભાવેશ પુંજાભાઇ કોડીયાતર જાતે -રબારી (ઉ.વ.૧૯), રહે. સમેગા તા. માણાવદર, ખોડા હાજાભાઇ ઓડેદરા જાતે મેર (ઉ.વ.૩પ) રહે. કવલક તા.કુતિયાણા, શશીકાન્ત ગોરધનભાઇ વાઘેલા જાતે કોળી (ઉ.વ.૩પ) રહે. એકલેરા તા. માણાવદર નાઓને રોકડ રૂપિયા ૯પપ૩૦ તથા મોબાઇલ ફોન નંગ પ કિ. રૂ. ૧૬૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧૧૧પ૩૦ ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે.

તેમજ સીતાણા ગામે દલીત વાસમાં જાહેરમાં જૂગાર રમતા આરોપીઓ અરવિંદ દિનેશભાઇ કાથડ જાતે દલિત (ઉ.૩ર), મહેશ પુંજાભાઇ મેવાડા જાતે દલિત (ઉ.૩પ), ડાયા શકરાભાઇ સોલંકી જાતે-દલિત (ઉ.વ.પપ), રાહુલ વેજાભાઇ મેવાડા જાતે દલિત (ઉ.૩૦), હરદાસ જીવણભાઇ સોલંકી જાતે દલિત (ઉ.વ.૬૦), સુધીર લીલાભાઇ મેવાડા જાતે દલિત (ઉ.૩૦) રહે. બધા સીતાણા તા. માણાવદર વાળાઓને રોકડા રૂ. ૧૧,૩૭૦ તથા મો. સા. કુલ ૧ કિ. રૂ. રપ,૦૦૦ તથા મો. ફોન ૮ કિ. રૂ. ૧૭,૦૦૦ મળી કુલ રૂ. પ૩,૩૭૦ ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરૂધ્ધ બાંટવા પોલીસ સ્ટેશનના પો. કોન્સ. સંજયભાઇ જીણાભાઇ ગલે સરકાર તરફે ફરીયાદી બની જૂગાર ધારા ૧ર મુજબ ગુન્હો નોંધાવેલ છે.

(11:34 am IST)