Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

ભાવનગર જીલ્લામાં ડુબી જવાથી ૨ દુર્ઘટનામાં બાળા અને યુવકનું મોત

ભાવનગર,તા.૩૧: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દયાળ ગામ નજીક રતનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસનો મેળો ભરાયો હતો જેમાં બાળકો અને યુવાનો સમુદ્રમાં સ્નાન કરતા હતા ત્યારે દયાળ ગામની બે બાળાઓ સમુદ્રમાં જોતજોતામાંગરકાવ થઇ ગઇ હતી સ્થાનિક ગ્રામજનો દ્વારા તાકીદે એક બાળકીને બચાવવામાં સફળતા મળી હતી જયારે નીલોફર મનુભાઈ પીઠડીયા ઉંમર ૧૩ વર્ષ ગામ દયાળ સમુદ્રમાં ગરકાવ થઇ ગઇ હતી.બનાવના પગલે સ્થાનિક લોકો અને દાઠા પી.એસ.આઇ ગોહિલ સહિતનો કાફલો દ્યટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડ અને તંત્રને જાણ કરતા એક બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.દાઠા પીએસઆઇ ગોહિલ સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બપોરના સમયે મુન્નાભાઈ ની બંને દીકરીઓઓ સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં એકને બચાવી લેવામાં સફળતા મળી હતી જયારે બીજી બાળા ની લાશ મળી છે. મુન્નાભાઈ પીઠડીયા દયાળ ગામના રહેવાસી છે અને આજે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો જેમાં વ્યાપાર કરવા માટે આવેલા હતા. આ દ્યટનાના પગલે નાનકડા એવા દયાળ ગામમાં અરેરાટી મચી ગઈ હતી.

જયારે બીજા બનાવ માં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ના વાંગધ્રા ગામે રહેતા રાજુભાઈ મિસ્ત્રી નામના યુવાનનું કાળુભાર નદીમાં ન્હાવા પડતાં ડૂબી જતાં મોત નીપજયું હતું.

(11:35 am IST)