Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વડાપ્રધાનને પત્ર પાઠવ્યો

 

મોરબી શહેર ઓદ્યોગિક નગરી અને વિકસિત હોવા છતાં શહેરના હાલ બેહાલ છે અને નગરપાલિકા તંત્રની વહીવટી શીથીલતાને પગલે લોકો નર્કાગારમાં જીવી રહ્યા છે ત્યારે સીએ અને જાગૃત નાગરિકે મામલે પીએમને પત્ર પાઠવીને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ કરી છે

   મોરબીના સીએ રાજેશ અરણીયાએ વડાપ્રધાન મોદીને પત્ર પાઠવી જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે ૩૭૦ અને ૩૫ હટાવી છે જે સાબિત કરે છે કે સરકારની નીતિ અને નિયત હકારાત્મક છે ત્યારે મોરબી શહેરને તમે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોરબી જીલ્લો બનાવ્યો હતો અને હવે મોરબીને મહાનગરપાલિકા મળે તે જરૂરી છે મોરબીની હાલત દયનીય બની છે શહેરમાં ખુલ્લી ગટર, તૂટેલા રસ્તાઓ, આડેધડ બાંધકામ, કચરાના ઢગલાઓ, ટ્રાફિક સમસ્યા અને નગરપાલિકામાં અણધડ વહીવટથી પ્રજા પરેશાન જોવા મળે છે મોરબી શહેરની માથાદીઠ આવક પણ સૌથી વધુ છે છતાં મોરબી જીલ્લાની કુલ ૧૦ લાખ જેટલી વસ્તીને વિકાસનો સ્વાદ ચાખવા મળતો નથી જેથી મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે અને શહેરની સુખાકારી અને વિકાસમાં વધારો થાય તેવી માંગ કરી છે

(12:45 am IST)