Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

જામનગરમાં વૃધ્ધાશ્રમના પૂર્વ મેનેજરે ટ્રસ્ટીઓને ગાળો કાઢી

ધાક-ધમકી આપી દીવાલ તોડી નુકસાન કર્યાની ફરિયાદ

 જામનગર તા. ૩૧ :  અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં મિલનભાઈ ડાયાભાઈ માલવી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૮–ર૦૧૮ના આ કામના આરોપી અભેસંગ નાગભા રાણા રે. જામનગરવાળાએ અગાઉ એમ.પી.શાહ મ્યુ. વૃઘ્ધાશ્રમના મેનેજર તરીકે સેવા આપતા હતા જેને તા.રર–૧૧–ર૦૧પ ના રોજ સ્વૈચ્છીક નિવૃતી આપેલ અને છેલ્લા માર્ચ–ર૦૧૮ થી વૃઘ્ધાશ્રમ આવી ફરીયાદી મિલનભાઈને તથા ટ્રસ્ટી મંડળને સંચાલન કરતા આવડતુ નથી તેવું જણાવી ધાક–ધમકીઓ આપતો હોય ટ્રસ્ટી મંડળે આ કામના આરોપી અભેસંગને વૃઘ્ધાશ્રમમાં પ્રવેશવાની જ  ના પાડેલ તેમ છતા આજરોજ ટ્રસ્ટી મંડળની ગેરહાજરીમાં વૃઘ્ધાશ્રમ ટ્રસ્ટીઓ તથા આ કામના ફરીયાદી મિલનભાઈને બેફામ ગાળો બોલી વૃઘ્ધાશ્રમ ચલાવતા આવડતુ નથી સંચાલન છોડી દો તેવી ધાક–ધમકી આપી મજુરને બોલાવી વૃઘ્ધાશ્રમની દિવાલને મજુર મારફત એક વેત જેટલી દિવાલ તોડાવી નુકશાન કરેલ છે.

શોર્ટ લાગતા વૃઘ્ધનું મૃત્યુ

અહીં સિઘ્ધાર્થ નગરમાં રહેતા નીખીલભાઈ રમેશભાઈ ચાવડા એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૦–૮–ર૦૧૮ના આ કામે મરણ જનાર રાજેન્દ્રસિંહ જીતુભા પરમાર, ઉ.વ.પ૪, રે. વિશાલ હોટલ સામે, ખોડીયાર કોલોની, જામનગરવાળા વિશાલ હોટલ સામે મયુર સર્વીસ સ્ટેશનમાં બંન્ને હાથેથી નળી નોઝલથી ફોરવ્હીલ ધોતા હતા ત્યારે નળીમાંથી શોક લાગતા બંન્ને હાથની કોણી સુધી શોક લાગવાથી કાળા પડી જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

મહિલા ઉપર નિર્લજ હુમલો કરતા ગળાફાંસો ખાવાની કોશિષ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદી  બહેને  ફરીયાદ નોંધાઈ છે કે, તા.ર૭–૮–ર૦૧૮ના ભીમવાસ શેરી નં.–૧, માં મેલડી માતાજીના મંદિરની પાસે આ કામના આરોપીઓ પાયલબેન દિનેશભાઈ જાદવ, રીઘ્ધીબેન વિજયભાઈ જાદવ, દિનેશભાઈ જાદવ, રે. જામનગરવાળાઓએ ફરીયાદી બહેનને ઘરની બહાર નળ ન નાખવાનું કહી ઢીકાપાટુ નો માર મારી આ કામના આરોપી દિનેશભાઈ જાદવે નીર્લજ હુમલો કરતા ફરીયાદી બહેનને લાગી આવતા પોતાના ઘરની છતમાં હુકમા ચુંદડી વડે ગળાફાંસો ખાવાની કોશીષ કરતા ગુનો કરેલ છે.

રાજપુત સમાજની હોસ્ટેલમા રૂપિયાની લૂંટ રાવ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રવીરાજસિંહ ઓધુભા ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૮–ર૦૧૮ના લાલબંગલા સર્કલ પાસે, આવેલ રાજપૂત સમાજ હોસ્ટેલમાં આ કામના આરોપીઓ રૂષીરાજસિંહ દિલીપસિંહ જાડેજા, દિલીપસિંહ જેઠવા, પી.એમ.જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા એ રાજપૂત સમાજના યુવા સંગઠનની મીટીંગ તેમજ હોદેદારોની નિમણૂક બાબતે મીટીંગ કરવા અંગે સમાજની મંજુરી  નહી હોવા છતા આ કામના આરોપીઓએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી રાજપૂત સમાજના બિલ્ડીંગમાં તેમજ ઓફીસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અપશબ્દો બોલી ટેબલ ખુરશી, ફોકસ લાઈટો તોડી કબાટના બારણા ખોલી સામાન વેર વિખેર કરી ટેબલના ખાનામાંથી રોકડા રૂ.૧ર,૦૦૦ની લુંટ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

રામવાડી માં જુગાર રમતા દસ મહીલાઓ ઝડપાઈ

અહીં સીટી 'બી' પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. એચ.આર.જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૮–ર૦૧૮ના ગુલાબનગર, રામવાડી શેરી નં.–૧, જામનગરમાં આ કામના આરોપી શારદાબેન પ્રવીણભાઈ હરીદાસભાઈ દુધરેજિયા એ પોતાના કબ્જા ભોગવટના રહેણાક મકાનમાં આ કામના અન્ય આરોપી મહીલાઓ ભાવનાબેન રમેશભાઈ કાવળીયા, સવીતાબેન પ્રવીણભાઈ મઢવી, જયોત્સનાબેન રમેશભાઈ જાટીયા, વર્ષાબેન ધર્મેશભાઈ મકવાણા, રેખાબેન જેન્તીલાલ દાવડા, ઈલાબેન દયાળજીભાઈ બગથરીયા, રમાબેન ધર્મેશભાઈ મકવાણા, ખતુબેન વલીભાઈ ગોરી, જસુબેન ચેતનભાઈ રાવત રે. જામનગરવાળાને બોલાવી તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૪૬૦ તથા મોબાઈલ ફોન નંગ–૪, કિંમત રૂ.રર૦૦ મળી કુલ કિંમત રૂ.૧ર૬૬૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

જોગવડ ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુરપાલસિંહ કિરીટસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૮–ર૦૧૮ના જોગવડ ગામે આ કામના આરોપી મહોબતસિંહ ઉર્ફે મુનાભાઈ ભીખુભા, જયભાઈ ધર્મેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો મહારાજ ગંગારામભાઈ વાસુ, દોલુભા નાથુભા જાડેજા, રે. લાલપુર, જિ.જામનગરવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત નામનો જુગાર રમી રમાડી રોકડા રૂ.ર૯,રપ૦ તથા મોબાઈલ ફોન નંગ– ર કિંમત રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૩૦,રપ૦ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

અંગ્રેજી દારૂની બોટલો ઝડપાઈ : આરોપી ફરાર

અહીં સીટી બે-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ.હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૮–ર૦૧૮ના ગીતાલોજ પાસે આ કામના આરોપી નંબર વગરનું ગ્રે કલરનું એકટીવા જેવા સ્કુટર ચાલકે પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો અલગ– અલગ બ્રાન્ડનો અંગ્રેજી દારૂ બોટલ નંગ–૧૬ કિંમત રૂ.૮૦૦૦નો રાખી રેઈડ દરમ્યાન નાશી જઈ ગુનો કરેલ છે.

(4:48 pm IST)