Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

જામનગર : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી કેરળના પૂરગ્રસ્તોની વ્હારે

જામનગર : રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ પૂરગ્રસ્ત કેરળના સૌથી વધારે અસરગ્રસ્ત અલાપ્પુઝા જિલ્લાના પલ્લીપદ ગામની મુલાકાત લઈને પૂરથી થયેલી તારાજીનો સ્વ-અનુભવ મેળવ્યો હતો અને બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાતથી તેમને લોકોની મૂળ જરૂરિયાત સમજવામાં મદદ કરી હતી અને લાંબાગાળાના પુનર્વસન કાર્યને વધારે સુગમ બનાવશે. તેઓ કેરળના માનનીય મુખ્યમંત્રી શ્રી પિનરાયી વિજયનને મળ્યા હતા અને કેરળના લોકો સાથે એકાત્મતા વ્યકત કરી હતી અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં મદદ કરવાની ખાતરી આપી હતી. રિલાયન્સ ફાઉન્ડેશને મુખ્યમંત્રી રાહત કોષમાં રૂ.૨૧ કરોડનું અનુદાન આપ્યું છે. આ ઉપરાંત, પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને રૂ.૫૦ કરોડથી વધારેની રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું.  રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી નીતા એમ.અંબાણીએ કેરળના મુખ્યમંત્રી શ્રી પેનિરાયી વિજયનને મુખ્યમંત્રી રાહત કોષમાં અનુદાન પેટે રૂ.૨૧ કરોડનો ચેક અર્પણ કર્યો હતો. તેમણે કેરળના લોકો સાથે એકાત્મતા વ્યકત કરી હતી અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં મદદ કરવાની ખાતરી આપી હતી. આ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાર્યકારી ડાયરેકટર શ્રી પી.એમ.એસ.પ્રસાદ (ડાબે છેવાડે) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને રૂ.૫૦ કરોડથી વધારેની રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું. શ્રીમતી નીતા અંબાણીએ પૂરગ્રસ્ત કેરળના સૌથી વધારે અસરગ્રસ્ત અલાપ્પુઝા જિલ્લાના પલ્લીપદ ગામની મુલાકાત લઈને પૂરથી થયેલી તારાજીનો સ્વ-અનુભવ મેળવ્યો હતો અને બાળકો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાતથી તેમને લોકોની મૂળ જરૂરિયાત સમજવામાં મદદ કરી હતી અને લાંબાગાળાના પુનર્વસન કાર્યને વધારે સુગમ બનાવશે. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(4:46 pm IST)