Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

વિરપુર પાસે ૫૩ લાખના દારૂ ભરેલ ટ્રકને RR સેલે ઝડપી લીધો

ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪૬૫૯ બીટર ટીન નંગ-૨૩૯૬ તથા ટ્રક સહિતઙ્ગકુલ રૂ.૬૮,૯૬,૫૦૦નો મુદ્દામાલ સાથે બેની ધરપકડ : રેન્જ ડીઆઇજી સંદિપસિંહના માર્ગદર્શન હેઠળ આરઆર સેલના પીએસઆઇ એમ.પી.વાળાની ટીમને સફળતા : રાજકોટ આરઆર સેલની તમામ રેડમાં પ્રોહિબીશનની સૌથી મોટી રેડ

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જંગી જથ્થો અને ટ્રક તથા છેલ્લી તસ્વીરમાં પકડાયેલા બંને શખ્સો નજરે પડે છે.

રાજકોટ તા. ૩૧ : રાજકોટ જિલ્લાના વિરપુર નજીક આરઆર સેલની ટીમે વોચ ગોઠવી ૫૩ લાખના દારૂ ભરેલા ટ્રકને ઝડપી લઇ બે શખ્સોને ઝડપી લીધા છે. જિલ્લામાં પ્રોહિબીશનની રેડમાં આ સૌથી મોટી રેડ છે.

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના નવનિયુકત ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહની સુચના હેઠળ આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળાની ટીમને અત્યાર સુધીની રેઇડો પેકીની સૌથી મોટી રેઇડ કરવામાં સફળતા મળેલ છે જેમાં આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળા તથા સ્ટાફના માણસો નરેન્દ્રસિહ રાણા કુલદિપસિંહ ચુડાસમા, મનીશભાઇ વરુ, શીવરાજભાઇ ખાચર, ભરતસિહ પરમાર તથા ડ્રા.સંતોષ પાલ નાઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાનગીરાહે હકિકત મળેલ કે રાજકોટ-પોરબંદર હાઇવે ઉપરથી એક ટ્રક મોટી માત્રામાં ઇંગ્લીશ દારુ ભરી નિકળનાર છે જેથી વીરપુર બાયપાસ વછરાજ હોટલ પાસે પહોંચી પેટ્રોલીંગ કરતા એક શંકાસ્પદ ટ્રક નં.આરજે-૧૯-જીબી- ૨૮૦૧ નો મળી આવતા જેને ચેક કરી તાલપત્રી હટાવતા આખો ટ્રક ખીચો-ખીચ ઇંગ્લીશ દારુની બોટલોના બોક્ષથી ભરેલો જણાતા સદર ભારતિય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલો નંગ-૧૪૬૫૯ કિ.રૂ.૫૧,૫૦,૪૦૦, તથા બીટર ટીન નંગ-૨૩૯૬ કિ.રૂ.૨,૩૯,૬૦૦ તથા ટ્રક, મોબાઇલફોન મળી કુલ રૂ.૬૮,૯૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હાજર મળી આવેલ ડ્રાઇવર (૧) વીરમચંદ દુર્ગારામ ગોડ રે.બાડમેર રાજસ્થાન તથા કલીનર (ર) જગદીશ કાલુરામ ચોટીયા રે.બાડમેર રાજસ્થાનઙ્ગ વાળાઓને ધોરણસર અટક કરેલ છે તેમજ સદર દારુનો જથ્થો ભરી મોકલનાર (૩) શૈતનસીંગ રે.જોધપુર (૪) શેઠ નામનો માણસ તથા (પ) રઘુ મુનીમ નામનો માણસ તેમજ માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ વીરપુર પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.

(4:05 pm IST)