Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

મોરબી જિલ્લા પુરવઠા વિભાગના ઓઇલ કંપનીઓમાં દરોડા :67 લાખનું ખાદ્યતેલ સીઝ

ભેળસેળની ફરિયાદ બાદ જિલ્લા પુરવઠા અધિકારી, મામલદાર, નાયબ મામલદાર સહિતની ટીમે તપાસ હાથ ધરી

મોરબીમાં જિલ્લા પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓમાં દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પુરવઠા વિભાગની ટીમે રાજપર રોડ પર આવેલી ધવલ ઇન્ડસ્ટ્રીઝ  અને નવડેલા રોડ પર આવેલી બહુચર ટ્રેડિંગમાં દરોડા પાડ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારી, મામલદાર, નાયબ મામલદાર સહિતની ટીમે તપાસ હાથ ધરી છે.

દરોડા દરમ્યાન 67 લાખ રૂપિયાનું ખાદ્યતેલ સીઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાત ધવલ ઈન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ તેલના 61 ડબ્બા ઝડપાયા છે. તેલ કંપનીઓ તેલમાં ભેળસેળ કરતી હોવાની ફરીયાદના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(2:12 pm IST)