Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

ગોંડલમાં હિંદુ ઉત્સવ સમિતિ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશેઃ સોમવારે ભવ્ય શોભાયાત્રા

ગોંડલ, તા.૩૧:ગોંડલમાં છેલ્લા ૩૭ વર્ષથી ગોંડલ હિંદુ ઉત્સવ સમિતિ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આગામી તારીખ ૩ ને સોમવાર ના ૮:૧૫ શોભાયાત્રાનો પ્રારંભ શહેરના ભગવતપરા પટેલ વાડી ચોક, સોમનાથ મહાદેવના મંદિરથી સંતો મહંતોના આશીર્વાદ અને પૂજા-અર્ચન વિધિ બાદ શરૂ થઈ ભગવતપરા શેરી નંબર ૯ થી મેઇન રોડ હોસ્પિટલ ચોક ટાઉન હોલ, વેરી દરવાજા થઈ નાની બજાર, ભોજરાજપરા, મોટી બજાર તીનબતી, હવેલી પાસે પુર્ણાહુતી પામનાર છે. શોભાયાત્રાના કાર્યને સફળ બનાવવા બીટુ ભાઈ જાડેજા રવિભાઈ રાઠોડ યોગેશભાઈ પ્રજાપતિ તેમજ સંજયભાઈ માનસરા, નિલેશભાઈ ધુલિયા સહિતના ઉત્સવ સમિતિના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

જન્માષ્ટમીના તહેવારમાં ગોંડલ ગોકુળિયું બની જતું હોય છે તેમાં પણ ખાસ કરીને ભોજરાજપરા, ભગવતપરા, ગુંદાળા રોડ, નાની- મોટી બજાર સહિતના વિવિધ વિસ્તારોમા વિવિધ મંડળો દ્વારા સાજ શણગાર કરવામાં આવતા હોય છે, ભોજરાજપરા ખાતે આવેલ ગોલ્ડન ગ્રુપ દ્વારા ૧૯જ્રાક્નત્ન વર્ષે પણ રૂપિયા દોઢ કરોડનો વીમો લેવામાં આવ્યો છે તેમજ જન્માષ્ટમીની રાત્રે ૨૦૦૦૦ આઈસક્રીમ કપ પ્રસાદની વ્યવસ્થા તેમજ શોભાયાત્રા સમયે એક લાખ ગ્લાસ છાશની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત ૪૦૦*૨૦૦ ફૂટના પ્લોટમાં વ્રજભૂમિ ઉભી કરવામાં આવનાર છે જેમાં કૃષ્ણ ભગવાનના અવતારના દર્શન કરવામાં આવનાર છે, રાત્રિના સૌરાષ્ટ્રનાં નામાંકિત કલાકારો દ્વારા રાસની રમઝટ રજૂ કરવામાં આવનાર છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ૨૫૦થી પણ વધુ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.આ ઉપરાંત ભોજરાજપરા માં જનસેવા યુવક મંડળ, શિવ ગ્રુપ સહિતના મંડળો કૃષ્ણ જન્મોત્સવની તૈયારીમાં લાગી ગયા છે.(૨૩.૪)

 

(11:51 am IST)