Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબીના ઉમિયાનગરમાં જુગાર રમતા બે મહિલા સહીત સાત ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલીસે રોકડ રકમ રૂ.૧૫૨૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહીત સાત પત્તાપ્રેમીઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે
 મળતી માહિતી મુજબ મોરબીના ઉમિયાનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોરબી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા કાન્તીભાઈ મેરૂભાઈ બોરાણીયા, વિક્રમભાઈ જેરામભાઈ દુદકીયા, વિનોદભાઈ બલદેવભાઈ વઢુંકીયા, પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા, રસીલાબેન સિદ્ધરાજભાઈ ગરધરીયા અને હંસાબેન કિશોરભાઈ રાઠોડને રોકડ રકમ રૂ.૧૫૨૪૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(6:47 pm IST)