Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબી જીલ્લાના પાંચ બુટલેગર અને બે માથાભારે શખ્શોને પાસા તળે જેલ ધકેલાયા

મોરબી :  મોરબી જીલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલ પાંચ બુટલેગર અને બે માથાભારે શખ્શોને પાસા તળે જેલમાં ધકેલવામાં આવ્યા છે
 મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના મારામારી, પ્રોહીબીશન સહિતના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા સાત ગુનેગારો સામે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું જે ઈસમો લાંબા સમયથી ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય જેથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન, ટંકારા, વાંકાનેર તાલુકા પોલીસ મથકની અલગ અલગ ટીમો બનાવી પાસા વોરંટ બજવણી કરવામાં આવી હતી
 જેમાં ફિરોજ ઉર્ફે ફીરીયો હાસમ મેણું રહે રાજકોટ, પ્રવિણા નાથાભાઈ ગાંગડીયા(  રહે રૂપાવટી વાંકાનેર ), ખીયારામ મંગારામ બેનીવાલ (રહે બાડમેર રાજસ્થાન), સલીમ ઇકબાલ શેખ રહે ચંદ્રપુર વાંકાનેર અને રવિરાજસિંહ અમરસંગ ઝાલા (રહે મેઘપર (ઝાલા) ટંકારા ) એમ પાંચ બુટલેગર જયારે જયદીપ બાબ્ભાઈ બસિયા( રહે મીતાણા ટંકારા) અને જાહિદ ઉર્ફે મીટર અલી પલેજા (રહે કાલિકા પ્લોટ મોરબી ) એ બે માથાભારે ઇસમોને જેલમાં ધકેલાયા છે આમ કુલ પાંચ બુટલેગર અને બે માથાભારે ઈસમો સહીત સાત ઇસમોને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યા છે

(6:36 pm IST)