Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનના સૂસવાટા

ધુપ-છાંવ સાથે મિશ્ર વાતાવરણ યથાવત

રાજકોટ તા. ૩૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે. અને પવનનાં સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.

આજે પણ ધુપ-છાંવ યથાવત છે અને ધોધમાર વરસાદ વરસતો નથી. પવનના કારણે ગરમીમાં રાહતનો અનુભવ થઇ રહ્યો છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ રહે છે પરંતુ વરસાદ વરસતો ન હોવાથી ચિંતા  પ્રસરી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩ર.પ મહત્તમ, ર૭.પ લઘુતમ ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:12 pm IST)